મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં સમાન સિવિલ કોડ સમિતિએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી


SHARE











મોરબી કલેક્ટર કચેરીમાં સમાન સિવિલ કોડ સમિતિએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકોરાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં UCC કમિટીના સભ્ય સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ આર.સી. કોડેકરએ ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી. વધુમાં સી.એલ.મીણાએ જણાવ્યું હતું કેરાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સૌને તેમના અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો.

આગામી તા. 15/4/25 સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસકર્મયોગી ભવનબ્લોક નં.૧વિભાગ એછઠ્ઠો માળસેક્ટર ૧૦ એગાંધીનગરપિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકોએ લગ્નછૂટાછેડાભરણપોષણબાળકો સહિત મહિલા અધિકારોમિલકતના અધિકારોધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓલીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારોનાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કેસમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતા એ કાયદો વર્તમાન સમયની સાથે કેવી રીતે સંતુલન સાધી શકે તે માટેનો ઉમદા પ્રયાસ છે. સમાનતામહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાકલેકટર કે.બી. ઝવેરીમોરબીના કમિશનર સ્વપ્નીલ ખરે,ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓએ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓસામાજિક સંસ્થાઓના અગ્રણીઓશિક્ષણવિદોબાર એસો.ના પ્રતિનિધિઓધારાશાસ્ત્રીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા.






Latest News