વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બે અસામાજીક તત્વોના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાતા વીજ કંપનીએ કર્યો 3.09 લાખનો દંડ


SHARE







મોરબીમાં બે અસામાજીક તત્વોના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાતા વીજ કંપનીએ કર્યો 3.09 લાખનો દંડ

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જેથી મોરબી બી ડિવિઝન વિસ્તારમાં દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને શખ્સને ત્યાં કાર્યવાહી કરી હતી અને 3.09 લાખનો દંડ કરવામાં આવેલ છે.

રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન હોય કે પછી સરકારી જમીન ઉપર દબાણ કરેલ હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા દ્વારા મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ છે અને દારૂના તેમજ શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓના રહેણાક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેકશન હોવાની હકિકત સામે આવી હતી જેથી કરીને પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને ચેક કર્યું હતું ત્યારે ગેરકાયદે વીજ કનેકશન મળી આવ્યા હતા જેથી મોરબીના કાંતીનગર વિસ્તારમાં આવેલ જુબેદા મસ્જીદ પાસે રહેતા અનવર ઉર્ફે દડી હાજીભાઇ માલાણીને 3,04,395  અને નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર મફતીયાપરામાં નળીયાના કારખાના પાસે રહેતા દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણને 4998 નો દંડ કરવામાં આવેલ છે.




Latest News