હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું
Breaking news
Morbi Today

મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાયા અપાવવા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ હવે મેદાનમાં: મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુધી તટસ્થ-તાત્કાલીક તપાસની કરી માંગ


SHARE











મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાયા અપાવવા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ હવે મેદાનમાં: મુખ્યમંત્રી-ગૃહમંત્રી સુધી તટસ્થ-તાત્કાલીક તપાસની કરી માંગ

મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 માં થયેલ કૌભાંડની ફરિયાદ લેવામાં આવી તેની સામે ફરિયાદીને અસંતોષ હતો અને રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, જમીનના મૂળ માલિક ભોગ બનેલ ભીમજીભાઈ બેચરભાઈ નકુમે ન્યાય માટે મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયા (એડવોકેટ)નો સંપર્ક કર્યો હતો જેથી કરીને ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભઈ સંઘવી અને ડીજીપી ને લેખિતમાં રજૂઆત કરીને આ કૌભાંડની તટસ્થ અને તાત્કાલીક ધોરણે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયાએ જે લેખિત રજૂઆત કરી છે તેમાં લખ્યું છે કે, ભીમજીભાઈ બેચરભાઈ નકુમની વડીલો પાર્જિત જમીન વજેપર ગામના સર્વે નંબર 602 માં આવેલ છે અને તે કરોડોની જમીનમાં તલાટી મંત્રી સમક્ષ બોગસ અને ખોટા પંચ સાથે ખોટા વ્યકિત ઉભા કરીને તેના ફરિયાદીના પિતા જેનું અવસાન થયેલ છે તેના નામનો બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવ્યો હતો અને બોગસ વારસાઈ આંબો, ખોટા મરણના દાખલા બનાવીને ફરિયાદીની માલીકી અને કબ્જા ભોગવટા વાળી ખેતીની જમીનમાં શાંતાબેન વા/ઓ મનજીભાઈ પરમારનું નામ દાખલ કરવા વારસાઈ નોંધ કરાવી હતી જે અંગેની જાણ ફરિયાદીને થતાની સાથે જ ભોગ બનનાર દ્વારા તાત્કાલીકના ધોરણે ખોટી વારસાઈ નોંધ સામે તકરાર મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ લેવામાં આવી હતી

ત્યારબાદ આ કેસમાં મોરબીના પ્રાંત અધિકારી દ્વારા ભોગ બનનારના તમામ આધાર-પુરાવાઓને ધ્યાને લેવાને બદલે બોગસ અને બનાવટી વ્યક્તિની વારસાઈ નોંધ મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને તેના આધારે ×૧૨, ૮-અ તે શાંતાબેનના નામનો મામલતદાર દ્વારા શરૂ કરી આપવામાં આવેલ છે અને આવા બોગસ ૭×૧૨, ૮-અ નો આધાર લઈ સાગરભાઈ અંબારામભાઈ ફુલતરીયાએ પોતાના નામનો સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ કરાવી લીધેલ છે. જેથી કરીને બોગસ વારસાઈ, પ્રાંત અધિકારીના હુકમ અને દસ્તાવેજની વેચાણ નોંધ સ્થગિત કરવાનો હુકમમોરબીના કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો આટલું જ નહીં કલેકટર દ્વારા આ કૌભાંડ  અંગેનો તટસ્થ અને વાસ્તવિક રીપોર્ટ સરકારમાં સોંપવામાં આવેલ છે.

વધુમાં લખ્યું છે કે, ભોગ બનેલા ફરિયાદી દ્વારા જમીન કૌભાંડ અંગે તમામ આરોપીઓના નામજોગ મોરબીના એસપીને ફરીયાદ આપવામાં આવેલ હતી પંરતુ મોરબી પોલીસ દ્વારા કોઈપણ જાતના કાયદાકીય પગલા લેવામાં આવેલ ન હતા અને જે ડીવાયએસપી પાસે અરજીની તપાસ હતી તેની પાસેથી લઈને અન્ય અધિકારીને આપી દેવામાં આવી હતી જેથી ફરિયાદીએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરેલ હતી માટે ફરિયાદ તો લેવામાં આવેલ છે પરંતુ આરોપીઓનો બચાવ થાય તેવી ફરીયાદ લેવામાં આવેલ છે. જેથી ફરીયાદ સામે પણ ફરિયાદી અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને એસપીની ભૂમિક શંકાસ્પદ હોવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. અને ડીજીપીની દેખરેખ હેઠળ આ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ આ ગુનાના કામે હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં આવેલ નથી. જેથી શંકા ઉત્પન્ન થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી કરીને આ કૌભાંડની તપાસ એસએમસી ને સોંપવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ કરીને આ જમીન કૌભાંડમાં સંડોવાયેલ ઉચ્ચકક્ષાના અધિકારીઓ, દલાલો અને અસામજીક તત્વોની મિલીભગત બહાર લાવવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. 






Latest News