માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળા એક્ષપોઝર વિઝીટ-શૈક્ષણિક પ્રવાસ


SHARE















ટંકારા પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળા એક્ષપોઝર વિઝીટ-શૈક્ષણિક પ્રવાસ

પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાના ધો. 6 થી 8 ના બાળકો માટે પીએમશ્રી સ્કૂલ અંતર્ગત એક્ષપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ બાળકોને શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન મળી રહે તેવાં હેતુથી રાજકોટ ડેરી-ગોપાલ ડેરીની મુલાકાત લીધી હતી બાળકોને રાજકોટ ડેરીની તમામ બનાવટ વિશેની માહિતી આપવામાં આવી અને દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને અતિપ્રિય એવા બાલાજી વેફર્સના યુનિટની મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકોને બટેટામાંથી વિવિધ વેફર્સ કઈ રીતે બને છે તેની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી હતી ત્યારબાદ બાળકોને રાજકોટની કોસ્મોપ્લેક્સ સિનેમામાં છાવા મુવી બતાવવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રવાસમાં બાળકોને ખૂબ જ ઉપયોગી માહિતી મળી અને બધા બાળકોએ ખૂબ જ મજા માણી હતી આ પ્રવાસના સમગ્ર આયોજનમાં શાળાના શિક્ષકો માયાબેન કાવર, ભારતીબેન દેત્રોજા, રેખાબેન આરદેશણા અને કેતનભાઈ આદ્રોજાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.






Latest News