મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનનો બોગસ પુરાવાઓ આધારે કરી લેવામાં આવેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી અંતે પ્રાંત અધિકારીએ જ કરી નામંજૂર


SHARE











મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનનો બોગસ પુરાવાઓ આધારે કરી લેવામાં આવેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી અંતે પ્રાંત અધિકારીએ જ કરી નામંજૂર

મોરબીમાં વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની કિંમતી જમીનનું ખોટા મરણના દાખલાખોટો વારસાઈ આંબોખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધની માલિકીની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી પડાવનાર તથા ખોટી એન્ટ્રી કર્યા બાદ તુરત જ આ જમીનનું વેચાણ કરીને દસ્તાવેજ કરી લેવામાં આવેલ હતો જો કે, જમીનના મૂળ માલિક દ્વારા કરવામાં આવેલ અપીલમાં કલેકટરે સ્ટે આપેલ હતો જેથી કરીને મોરબીના પ્રાંત અધિકારી કે જેને અગાઉ વરસાઈ એન્ટ્રી પ્રમાણિત કરી હતી ત્યાંથી જ કૌભાંડની શરૂઆત થયેલ છે તેને જ હવે મોરબીમાં વિવાદિત વજેપર સર્વે નંબર 602 વાળી જમીનનો બોગસ પુરાવાઓ આધારે કરી લેવામાં આવેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કરી છે.

મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓની વડીલોપાર્જિત જમીન કે જેનો કબ્જો આજની તારીખે પણ તેઓના પરિવારજનો પાસે જ છે તે જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ ઉભા કરીને ષડયંત્ર કરવામાં આવ્યુ છે. અને શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહીલાએ સાગર અંબારામભાઈ ફુલતરીયાને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો.

અત્રે ઉલેખનીય છેકે, ગઇ તા. 10/7/24 ના રોજ ફરિયાદીની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો. અને બેચરભાઇની દીકરી હોવાની ખોટી શાખ ઉભી કરીને કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદારઈ-ધારા કેન્દ્રમોરબી ખાતે તા. 16/7/24 ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી અને ખોટુ સોગંદનામું, માતા-પિતાના ખોટા મરણના દાખલા, ખોટો વારસાઇ પેઢી આંબો બનાવીને જમીનમાં વારસાઈ કરાવી હતી.

જેથી કરીને તેની સામે ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા વાંધો લેવામાં આવેલ હતો અને તે કેસ મોરબીના પ્રાંત અધિકારી સુશીલ પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લેવામાં આવેલ ન હતા અને ખોટા આધાર પુરાવા રજૂ કરીને જે વરસાઈ કરાવવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા કલેક્ટરમાં આ અંગેની અપીલ કરવામાં આવી હતી જેથી કરીને કલેકટરે ડીઆરડીએ ને આ તપાસ સોંપી હતી જેમાં અપીલ કરનાર સાચા હોવાની માહિતી સામે આવેલ હતી જેથી કરીને મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા ગત તા 29/1/25 ના રોજ વિવાદિત જમીનના રેવન્યુ રેકોર્ડને યથાવત સ્થિતિમાં રાખવા માટે સ્ટે આપવામાં આવેલ હતો.

જેને ધ્યાને રાખીને મોરબીના પ્રાંત અધિકારી સુશિલ પરમાર દ્વારા વિવાદિત જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે તેની હક્કપત્રકે તા 9/1/25 ના રોજ વેચાણ અંગેની નોંધ નંબર 24071 થી નોંધ કરવામાં આવી હતી જેની સામે જમીનના માલિકે અપીલ કરેલ હતી જેથી કરીને કલકેટર તરફથી સ્ટે આપવામાં આવેલ છે જેથી વેંચાણ દસ્તાવેજ અંગે રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવેલ નોંધને પ્રાંત અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે ક, અગાઉ બોગસ આધાર પુરાવાને આધારે વરસાઈ એન્ટ્રી જે પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી ત્યાંથી જ કૌભાંડ શરૂ થયું હતું અને ત્યાર બાદ ભોગ બનેલા વૃદ્ધે કાનૂની લડત આપતા હાલમાં મોરબીમાં વિવાદિત વજેપર સર્વે નંબર 602 વાળી જમીનનો બોગસ પુરાવાઓ આધારે કરી લેવામાં આવેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કરવામાં આવેલ છે. ત્યારે ખરેખર કૌભાંડ થયું છે તે વાતને તો અધિકારીએ જ સમર્થન આપી દીધેલ છે જેથી હવે આગામી સમયમાં પોલીસ આ ગુનામાં કયા કયા આરોપીની ધરપકડ કયારે કરે છે તેના ઉપર સહુકોઈની નજર મંડાયેલ છે.






Latest News