રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબીના હર્ષદ બોડાએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું
મહાકુંભ 2025 પર રાજકોટના પ્રોફેસરનો સર્વે, વિશ્વના સૌૌથી મોટા મેળાવડામાં શાસન, વારસો અને જાહેર કલ્યાણનો સંગમ
SHARE
મહાકુંભ 2025 પર રાજકોટના પ્રોફેસરનો સર્વે, વિશ્વના સૌૌથી મોટા મેળાવડામાં શાસન, વારસો અને જાહેર કલ્યાણનો સંગમ
રાજકોટના પ્રોફેસર ડો.હિરેન મહેતાએ 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભ 2025નો સર્વે કર્યો છે.વિશ્વના સૌથી મોટા મેળાવડામાં શાસન, વારસો અને જાહેર કલ્યાણનો સંગમ જોવા મળ્યો.આ સર્વમાં તેમને સામાજિક અને આર્થિક અસર, લોજેસ્ટિકલ પડકારો, આધ્યાત્મિક અને શાસન પર સર્વ કર્યો હતો.મહાકુંભ મેળોએ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાંનો એક છે.કુંભ મેળો દર બાર વર્ષે ભારતના 4 પવિત્ર સ્થાનો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિ કમાં યજાઈ છે.મહાકુંભ 2025 પર સર્વે કરનાર ડોક્ટર હિરેન મહેતા કહે છે કે સનાતન ધર્મમાં મહાકુંભ મેળાનું ખુબ જ મહત્વ છે.ત્યારે આ મહાકુંભ મેળામાં લોકોએ શાહીસ્નાન કર્યું.ત્યારે મહાકુંભ 2025ના રિસર્ચ પેપર પર ત્રણ વસ્તુનો સંગમ કરવામાં આવ્યો છે.જે છે આપણો વારસો, જાહેર સેવા અને ત્રીજુ સરકાર દ્વારા કરવામાં આવેલી સગવળતાઓ.
લાખો રિલ્સ સંગમ ઘાટની જોવા મળી.આ સર્વેમાં યુપી સરકાર, ભારત સરકાર અને અન્ય રાજ્યોની સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી સગવડતાઓ દર્શાવવામાં આવી.66 કરોડ લોકો સંગમ સ્થાનનો લાભ લીધો.સરકાર દ્વારા પેન્ડોલમ એટલે પુલ બનાવવા માટે બનાવવામાં આવેલી કેપ્શ્યુલ.પેન્ડોલમના 30 પુલ બનાવવામાં આવ્યાં જેમાં 3 હજારથી વધારે પેન્ડોલમ વારવામાં આવ્યા.92થી વધારે રસ્તાઓ બનાવવામાં આવ્યા, એક હજારથી વધારે બસો મુકવામાં આવી.આ મેળામાં નૈત્રકુંભનો પણ લાખો લોકોએ લાભ લીધો.જે યાત્રાળુઓ આવે છે તે પોતે પોતાની આંખની સમસ્યાનું નિદાન કરાવ્યું.. જેમાં 15 લાખથી વધારે લોકોએ આ નૈત્રકુંભનો લાભ લીધો.એક સેન્ટ્રલ હોસ્પિટલ હતી જેમાં 300 બેડની વ્યવસ્થા રાખવામાં આવી હતી.સાથે જ દરેક સેક્ટરમાં 30 બેડવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી.આખા મેળા દરમિયાન 15 લાખથી વધારે લોકોએ ઓપીડીનો લાભ લીધો.
બીજી ખાસ વ્યવસ્થા સફાઈની હતી.સફાઈ કર્મચારીઓએ પ્રયાગરાજની અંદર એક એવું ટેન્ટ સીટી બનાવવામાં આવ્યું કે 50 હજારથી વધારે ટેન્ટ અને 2 લાખ 70 હજારથી વધારે સેનિટાઈઝર્સ એટલે કે ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કુંભની અંદર ક્રાઉડ મેનેજમેન્ટ AI બેઈઝ ઉપર મોનિટરિંગ કરવામાં આવ્યું.મહાકુંભ મેળવામાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો.યાત્રાળુઓ સંગમ સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ઈલેક્ટ્રીક રીક્ષાઓ મુકવામાં આવી હતી.એટલે કે જાહેર સેવાઓ પુરી પાડવામાં આવી.ત્યારે દુનિયાનું એક એવુ સિટી કે જ્યાં સરકારે સાડા સાત હજાર કરોડથી 10 હજાર કરોડનો ખર્ચ કર્યો.જેને આપણે ફ્લાઈંગ જીડીપી કહી શકીએ.
એટલે સરકારને 2 લાખથી 3 લાખ કરોડનું ટર્નઓવર થયું.ત્રિવેણી સંગમ એટલા માટે ખાસ કહેવામાં આવશે કેમ કે સરકારે પોતાની યોજનાઓ છે તે યોજનાઓ સુખાકારી માટે બનાવી.દરરોજ સંગમ ઘાટ પર 1થી દોઢ કરોડ લોકોએ લાભ લીધો.સંગમ સ્થાનનુ જળ પણ લોકો પોતાના ઘરે લાવ્યાં.ત્યારે ધાર્મિક દ્રષ્ટીએ તો ખુબ મહત્વનું છે જ પણ અર્થશાસ્ત્રી તરીકે કે અથવા તો ફાઈનાન્સના એક વિદ્યાર્થી તરીકે જોઈએ તો મહાકુંભનું જે ક્રાઉડ મેનેજમેન્ટ, AI ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ, એર એમ્બ્યુલન્સ, ગંગાદુત (ગંગાદુત એટલે સંગમ સ્થાન પર 1200થી વધારે ગંગાદુત તૈનાત કરવામાં આવ્યાં હતા કે જેથી સંગમ સ્થાન પર કોઈ ડુબે નહીં) જેવી ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી.2 મહિનાની અંદર 66 કરોડ લોકોએ મહાકુંભ મેળાનો લાભ લીધો.આ રિસર્ચની અંદર જોવામાં આવ્યું કે વિશ્વની અંદર પ્રયાગરાજ એક એવુ સીટી હતુ કે જ્યા દેશ વિદેશના લોકોએ સંગમ સ્નાન અને અખાડાનો લાભ લીધો.આ રિસર્ચ પેપર પર ખાસ એટલે તૈયાર કરવામાં આવ્યું કે 144 વર્ષ પછી મહાકુંભ મેળાનો લ્હાવો આપણને મળ્યો.ત્યારે ભવિષ્યની અંદર પણ જો રિસર્ચ કરવામાં આવે તો દરેક બાબત વિગત આ રિસર્ચ પેપર પરથી જાણી શકાઈ.