મોરબીના રફાળેશ્વર પાસે હોટલના રૂમમાં પરિણીતા સાથે કરાયેલ સામૂહિક દુષ્કર્મના ગુનામાં એક આરોપીની ધરપકડ
રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબીના હર્ષદ બોડાએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું
SHARE
રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબીના હર્ષદ બોડાએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું
મોડેલ સ્કૂલ મોટીબરાર(પૂર્વ શિક્ષક) અને હાલ ધી.વી.સી. ટેકનીકલ હાઇસ્કુલ- મોરબી ના મદદનીશ શિક્ષક હર્ષદ બોડા એ તાલાલા ગીર સોમનાથ ખાતે તાજેતરમાં યોજાયેલા દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં વિજ્ઞાન વિષય અંતર્ગત "રમતા રમતા વિજ્ઞાન શીખો"ઇનોવેશન રજૂ કર્યું હતું. જે બદલ તેઓને એસ.જે. ડુમરાળિયા (સચિવ, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર) ના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી બન્ને શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ફેસ્ટિવલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલ કુલ 40 શિક્ષકોએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું.