મોરબીને કાલે મુખ્યમંત્રીની હાજરીમાં મળશે કરોડોના વિકાસ કાર્યોનું નજરાણું
વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
SHARE







વાંકાનેરના લૂંટ કેસમાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
વાંકાનેર શહેરી વિસ્તારમાં લૂંટની ઘટના બનેલ હતી. જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા ઘણા વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપીની વાંકાનેર સીટી પોલીસે નાગપુરમાંથી ધરપકડ કરેલ છે.
વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં લૂંટની ઘટના બનેલ હતી જે ગુનામાં ઉત્તરપ્રદેશનો રહેવાસી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લા સંડોવાયેલ હતો અને તે આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને આ આરોપીની છ વર્ષ બાદ મહારાષ્ટ્રના નાગપુરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને નાગપુરથી આરોપી નિતેષ બ્રીજલાલ શુક્લાને પકડ્યો હતો અને તેને વાંકાનેર લઈ આવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

