મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો નું ઓડિશન યોજાશે
SHARE







મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો નું ઓડિશન યોજાશે
મોરબીના આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે "ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ" શો ના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવવાનું રહેશે તેના માટેના નંબર પણ આયોજકો તરફથી આપવામાં આવેલ છે.
SONY TV, MTV, B4U જેવી ચેનલ પર બ્રોડકાસ્ટ થતા ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો "ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ" નું ઓડિશન મોરબીમાં કરવામાં આવ્યું છે અને આગામી તા 2/4/25 ના રોજ સવારના 09:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાશે અને અલગ અલગ કેટેગરીમાં સેલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, અલગ અલગ કેટેગરીના મ્યુઝિકલ પર્ફોમન્સીસ, સિંગિંગ અને મોરબી જિલ્લાના બાળકમાં રહેલી કોઈપણ પ્રતિભાને નેશનલ ટીવી શો પર લાવવા માટેની એક તક મોરબીના ઘર આંગણે મળી છે ત્યારે ઇચ્છુક વાલીઓએ અને બાળકોએ રજીસ્ટ્રેશન માટે 62615 00846 અને 62606 83146 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
