મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીને કાલે મુખ્યમંત્રીની હાજરીમાં મળશે કરોડોના વિકાસ કાર્યોનું નજરાણું


SHARE















મોરબીને કાલે મુખ્યમંત્રીની હાજરીમાં મળશે કરોડોના વિકાસ કાર્યોનું નજરાણું

આગામી ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી મોરબી ખાતે પધારનાર છે, ત્યારે તેમના કાર્યક્રમ અનુસંધાને ગત ૨૪ માર્ચના રોજ સાંજે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમના સ્થળ પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી તથા કાર્યક્રમ સ્થળ પર કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત હેલીપેડની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો થકી વિકાસની ગતિ ઝડપી બની છે. હાલ અનેક નવા પ્રકલ્પો મોરબીમાં આકાર પામી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરોડોની રકમના મહત્વના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. મોરબીને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ત્યારે આ ઘડીના સાક્ષી બનવા માટે તમામ જિલ્લાવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News