મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો નું ઓડિશન યોજાશે
મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયા બિનહરીફ વિજેતા
SHARE







મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયા બિનહરીફ વિજેતા
મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને તેમાંથી ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મોરબી વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયાને બિનહરીફ વિજેતા હાજર કરવામાં આવેલ છે અને તેની સાથે જ બે ઉપપ્રમુખના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી સિરામિક એસો.ના નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે થઈને પ્રમુખ બનવા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ ઉપર સંદીપભાઈ કુંડારીયા બિન હરીફ વિજેતા થયેલ છે જયારે ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ પેથાપરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જો કે, મોરબી વિટ્રીફાઈડ એસો. અને સેનેટરીવેર એસો. માટેના પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા અને જે આગેવાનોએ ફોર્મ ભરેલ હતા તેમાંથી ઈલેકશન નહીં પરંતુ સિલેકશન કરવામાં આવે તેના માટેની ઉદ્યોગજગતના આગેવાનો દ્વારા મહેનત કરવામાં આવી રહી હતી અને મંગળવારે મોડી સાંજે મોરબી વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ વડાવીયા અને સુરેશભાઈ સરડવાના નામની જાહેરાત કરવામાં આવેલ છે જો કે, હજુ સેનેટરીવેર એસો.ના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવેલ નથી.
