મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને યુવાનને છરી, પાઇપ, ધોકાથી પાંચ શખ્સોએ મારમાર્યો


SHARE





મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને યુવાનને છરી, પાઇપ, ધોકાથી પાંચ શખ્સોએ મારમાર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ જનક સોસાયટીના નાકા પાસે યુવાનના કૌટુંબિક ભાઈ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા ધોકા, પાઇપ તથા છરીનો ઘા મારીને જાઓ કરવામાં આવી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મિલ સામે આવેલ ન્યુ જનક સોસાયટી શેરી નં-3 ત્રણ મકાન નં- 67 માં રહેતા ઈરફાન મોહદભાઈ પરમાર (22)હાલમાં મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર રહે. વીસીપરા મોરબી, લાલો રહે. પંચાસર રોડ મોરબી, વિશાલ કોળી રહે. કાલિકા મોરબી, રેનિસ પાયક રહે. લાતી પ્લોટ મોરબી અને અકરમ શાહમદાર રહે. મકરાણીવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેના કૌટુંબિક ભાઈ શાહરૂખ સાથે અગાઉ થયેલ અદાવતનો ખાર રાખીને આરોપીઓ જુદા જુદા બાઇક લઈને ફરિયાદી યુવાન પાસે આવ્યા હતા અને તેના કૌટુંબીક ભાઈ શાહરૂખ વિશે પૂછ્યું હતું ત્યારે બોલાચાલી થઈ હતી અને ત્યારે સિકંદર, લાલા અને વિશાલે યુવાનને બળજબરીથી બાઈક ઉપર બેસાડ્યો હતો અને ત્યારબાદ પંચાસર રોડ ઉપર આવેલા લાલાની દુકાન પાસે લઈ ગયા હતા અને ત્યાં વિશાલ કોળીએ લોખંડનો પાઇપ ફરિયાદીને માથામાં માર્યો હતો જ્યારે લાલાએ તેના પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને ડાબા હાથની કોણી પાસે મારી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જબથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News