મોરબીમાં કૌટુંબિક ભાઈ સાથેની અદાવતનો ખાર રાખીને યુવાનને છરી, પાઇપ, ધોકાથી પાંચ શખ્સોએ મારમાર્યો
મોરબીના જેપુર નજીક એસટી બસની પાછળ એસટીની જ બસ અથડાતાં સર્જાયેલ અસ્કમાતના બનાવમાં હવે ગુનો નોંધાયો
SHARE







મોરબીના જેપુર નજીક એસટી બસની પાછળ એસટીની જ બસ અથડાતાં સર્જાયેલ અસ્કમાતના બનાવમાં હવે ગુનો નોંધાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક એસટી બસની પાછળના ભાગમાં એસટી બસના ચાલકે તેની બસ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને કુલ ચાર વાહનોમાં નુકસાન થયું હતું તથા ફરિયાદી સહિતનાઓને નાના મોટી ઈજાઓ થયેલ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકે અકસ્માત સર્જના એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા અને એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ દિનકરરાય ભટ્ટ (50)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 7638 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટી નજીકથી તેઓ એસટીની કેરિયર બસ નંબર જીજે 18 વાય 8110 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી પાછળના ભાગેથી એસટી બસ લઈને આવી રહ્યો હતો અને તેણે ફરિયાદીની કેરિયર બસની પાછળના ભાગમાં બસ અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને કેરિયર બસ, કાર અને ટ્રક અને આરોપીની બસમાં નુકસાની થયેલ હતી અને ફરિયાદી તથા સાહેદોને નાના મોટી ઈજા થઇ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં એસટી બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
