મોરબીના જેપુર નજીક એસટી બસની પાછળ એસટીની જ બસ અથડાતાં સર્જાયેલ અસ્કમાતના બનાવમાં હવે ગુનો નોંધાયો
વાંકાનેરમાં બાઈક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE







વાંકાનેરમાં બાઈક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરની લુણસરિયા રેલવે ફાટક પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ ધમાલપર-2 ખાતે રહેતા સલીમભાઈ વલીમામદભાઇ મુરડે (38) નામનો યુવાન બાઇક લઈને લુણસરિયા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક પેટ્રોલ પંપ પાસે સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન સલીમભાઈનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

