વાંકાનેરમાં બાઈક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
માળીયા (મી)ના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
SHARE






માળીયા (મી)ના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
માળીયા મીયાણા તાલુકાના લવણપુર ગામે રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ઘરમાં પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાનના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (40)એ પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો બંધ કરીને છતના પતરાની લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવાને તેની માનસિક બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોતમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વડસોલા (65) નામના વૃદ્ધની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને જતા હતા ત્યારે રસ્તામાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંબનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

