માળીયા (મી)ના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું
SHARE






મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા અને વિકસાવવા માટે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાલુકા, જિલ્લા અને ત્યારબાદ મધ્ય ગુજરાત ઝોન કક્ષાએ પ્રથમ આવ્યા બાદ રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજ્ય કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કરી, મોરબી જીલ્લાનું અને માતા-પિતાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી, આચાર્યા, શિક્ષકો, શાળા પરિવાર તેમજ રમત-ગમત સાંસ્કૃતિક વિભાગ અધિકારી હિરલબેન વ્યાસએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

