મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું
હળવદના નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
હળવદના નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી DDO જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, ડો સંજય સાહ, ડો ચિંતન દોશી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરાવાડિયા સહિતના હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી કુલ 45 લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ, પિયુષ રાવલ, લાલજીભાઈ, તેમજ પ્રા.આ.કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.