મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આજથી વિનામૂલ્યે કુંડાનું વિતરણ શરૂ
SHARE







મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આજથી વિનામૂલ્યે કુંડાનું વિતરણ શરૂ
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓ માટે પાણી પીવા માટે વિવિધ પ્રકારના પાત્રોનું વિનામૂલ્યે વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ પશુ-પક્ષીઓની પાણીની વ્યવસ્થા કરી આપવાના સેવા ભાવ આ સેવા શરૂ કરવામાં આવેલ છે જેમાં પક્ષીઓ માટે માટીના કુંડા, નાના પશુ માટે નાની સિમેન્ટની કુંડી (8 લીટર અને 15 લીટર) અને મોટા પશુઓ માટે મોટી સિમેન્ટની કુંડી (200 લીટર) નું વિનામૂલ્યે વિતરણ તા 26 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. અને આજથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર માધવ ગૌશાળા પેહલા રવાપર ઘુનડા રોડ મોરબી ખાતેથી સમય સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન વિનામુલ્યે આ કુંડા આપવામાં આવશે.

