મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આજથી વિનામૂલ્યે કુંડાનું વિતરણ શરૂ
મોરબીના ખોખરા હનુમાન રોડેથી કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE







મોરબીના ખોખરા હનુમાન રોડેથી કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ પર જીઇબી સબ સ્ટેશન પાછળ ખરાબામાંથી ડીકમ્પોઝ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું જો કે, મૃતકની હજુ સુધી કોઈ ઓળખ મળેલ નથી જેથી મૃતક યુવાનની કોઈ પણ ઓળખ હોય તો તેને મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા માટે પોલીસે અપીલ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ પર જીઇબી સબ સ્ટેશન પાછળ ખરાબામાંથી ડીકમ્પોઝ હાલતમાં મરણ જનાર અજાણ્યો પુરૂષ જેની અંદાજિત ઉપર 30થી 35 વર્ષ છે તેની લાશ તા 17/3/25 ના રોજ મળી આવી હતી જેથી કરીને બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે લાશને પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાર બાદ લાશનુ પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ફોરેનસીક પીએમ કરાવવામાં આવ્યું હતું જો કે, મૃતક યુવાનની હજુ સુધી કોઈ ઓળખ મળેલ નથી જેથી આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરાના મોબાઈલ નંબર 99790 19944 કે પછી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822 242592 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

