મોરબીના ખોખરા હનુમાન રોડેથી કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપરથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે ટેન્કર પલટી મારી ગયું હતું જેથી તેમાં ભરવામાં આવેલ કેમિકલ રસ્તા ઉપર ઢોળાયું હતું જેના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું અને આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ની ટીમ ત્યાં દોડી આવી હતી ત્યાર બાદ રસ્તા ઉપર ઢોળાયેલ કેમિકલને સાફ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી તથા રસ્તા ઉપર અકસ્માતથી પલટી મારી ગયેલ ટેન્કરને પણ સર્વિસ રોડ ઉપરથી દૂર કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મોરબીમાંથી નેશનલ હાઇવે રોડ પસાર થાય છે અને તે નેશનલ હાઈવે રોડ ની બાજુમાં મહારાણા પ્રતાપ સોસાયટી આવેલ છે અને તે સોસાયટીની બાજુમાં જે સર્વિસ રોડ છે તે રસ્તા ઉપર થી મોડી રાત્રિના સમયે એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું અને કોઈ કારણોસર ટેન્કર સર્વિસ રોડ ઉપર પલટી મારી ગયું હતું જેથી તે ટેન્કરની અંદર ભરવામાં આવેલ કેમિકલ કે જે એસિડ જેવું પ્રવાહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા અને કેમિકલ રસ્તા ઉપર ઢોળાયું હોવાના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું માટે આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને તથા તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને રસ્તા ઉપર ઢોળાયેલા કેમિકલને સાફ કરવા માટેની તથા પલટી મારી ગયેલા ટેન્કરને પણ રોડ ઉપરથી દૂર કરીને સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી જોકે અકસ્માત કઈ રીતે થયો તે અંગેની આગળની તપાસ બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે

