જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી !


SHARE













ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી !

મોરબીમાં વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની કિંમતી જમીનનું ખોટા મરણના દાખલાખોટો વારસાઈ આંબોખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધની માલિકીની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી પડાવનાર તથા ખોટી એન્ટ્રી કર્યા બાદ તુરત જ આ જમીનનું વેચાણ કરીને દસ્તાવેજ કરી લેવામાં આવ્યો હતો જે બોગસ દસ્તાવેજની વેચાણ એન્ટ્રી નામંજૂર કરવામાં આવેલ છે જો કે, અધિકારીએ કરેલ હુકમની કોઈ ભોગ બનેલા વૃદ્ધને 14 દિવસે તંત્ર દ્વારા આપવામાં આવી છે જેથી જૂની તારીખમાં હુકમ કરીને પછી તેને ઇશ્યૂ કરવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે.

મોરબીમાં ભીમજીભાઈ બેચરભાઈ નકુમની માલીકીની જમીનમાં કૌભાંડ કરીને શાંતાબેન મનજીભાઈ પરમારની વારસાઈ કરાવવામાં આવી હતી અને તે જમીનમાં વારસદાર બનતાની સાથે જ તે જમીન મહિલાએ તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને તાત્કાલિક વેંચી નાખી હતી અને તેનો વેચાણ દસ્તાવેજ પણ કરી લેવામાં આવેલ હતો જેનીસામે ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા કલેક્ટરના અપીલ કરવામાં આવી હતી જેથી તપાસના અંતે કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા ગત તા 29/1/25 ના રોજ વિવાદિત જમીનના રેવન્યુ રેકોર્ડને યથાવત સ્થિતિમાં રાખવા માટે સ્ટે આપવામાં આવેલ હતો. જેને ધ્યાને લઈને મોરબીના પ્રાંત અધિકારી સુશિલ પરમાર દ્વારા વિવાદિત જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે તેની હક્કપત્રકે તા 9/1/25 ના રોજ વેચાણ અંગેની નોંધ નંબર 24071 થી નોંધ કરવામાં આવી હતી તે વેંચાણ દસ્તાવેજ અંગે રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવેલ નોંધને પ્રાંત અધિકારી દ્વારા નામંજૂર કરવા માટેનો હુકમ તા 22/3/25 ના રોજ કરવામાં આવેલ છે જે અંગેના ગઇકાલે પહેલા સાંજ સમાચાર દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ ગઇકાલે સાંજે ભોગ બનેલા વૃદ્ધને પ્રાંત અધિકારીના હુકમની કોપી સાંજે ચાર વાગ્યે પોસ્ટ મારફતે આપવામાં આવેલ છે અને તેમાં ઉપરના ભાગે ઇશ્યૂ તારીખ 24/3/24 બતાવવામાં આવેલ છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો ખરેખર પ્રાંત અધિકારી દ્વારા તા 11/3/25 ના રોજ પ્રાંત અધિકારી દ્વારા વેંચાણ દસ્તાવેજ અંગે રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવેલ નોંધને નામંજૂર કરવામાં આવેલ હતી તો પછી તેના 14 દિવસ પછી ભોગ બનેલા પરિવારને શા માટે તેની કોપી આપવામાં આવેલ છે ? શું જૂની તારીખમાં હુકમાં કરીને તેની કોપી ભોગ બનેલા વૃદ્ધને આપવામાં આવેલ છે તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવે તો આ હુકમ કરવામાં આવેલ છે તેમાં કરવામાં આવેલ ગોલમાલનો પરદો પણ ઉચકાઈ તેમ છે. જેથી ખરેખર આ કૌભાંડના મૂળ સુધી જવું હોય તો મોરબીના પ્રાંત અધિકારીની પોલીસ વિભાગ દ્વારા જો પૂછપરછ કરવામાં આવશે તો જ સત્ય બહાર આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News