રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી


SHARE









મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ શેર નં-3 માં અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને તેના દીકરાથી અલગ રહેવા માટે જવું હતું અને દીકરાએ અલગ રહેવા જવા માટેની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી વૃદ્ધાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 માં આવેલ અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં- 101 માં રહેતા વનિતાબેન બાબુભાઈ કાંજીયા (59)એ ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ બાબુભાઈ શામજીભાઈ કાંજીયા (60) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં-101 સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાએ પોતાના દીકરાથી અલગ રહેવા જવાની જીદ કરી હતી અને તેના દીકરાએ તેને અલગ રહેવા જવાની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News