વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં નવા બિલ્ડીંગનું લોકાર્પણ, શિક્ષક અને વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ટ્રાફિકના પ્રશ્નને ઉલેકવા 14 સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન મોરબી જીલ્લામાં NMMS પરીક્ષામાં માધાપરવાડી શાળાની બાળા જિલ્લામાં પ્રથમ વાંકાનેર: વેજા-વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ભાજપના જુદાજુદા પાંચ મંડલોમાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ અને કોષાધ્યક્ષ વરણી કરાઇ મોરબી: સંત સુરદાસ યોજના-દિવ્યાંગ લગ્ન સહાયની યોજનામાં સુધારો, પાત્રતા-સહાયમાં વધારો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાસેથી રીક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા, મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના રાડવા ગામે પાસેથી રીક્ષામાં કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા, મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી જેમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર બે પાડાને દોરડાથી બાંધીને લઈ જવામાં આવતા હતા જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ બે વ્યક્તિઓની સામે ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર (47)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ બચુભાઈ સલાટ (40) રહે. સુંદરગઢ રોડના કાંઠા ઉપર મૂળ રહે. કવાડિયા તાલુકો હળવદ અને હસીબેન રૂપાભાઈ સલાટ (40) રહે. કવાડિયા તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 7174 લઈને બંને આરોપીઓ જઈ રહ્યા હતા દરમિયાન રીક્ષાને ચેક કરતા તેમાં દોરડા વડે બે પાડાને બાંધીને લઈ જતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ સગવડ રાખવામાં આવી ન હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુજરાત પશુ કુરતા અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News