માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, બેની શોધખોળ


SHARE

















ટંકારાના મીતાણામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, બેની શોધખોળ

ટંકારાના મીતાણા ગામે રામજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં ટાટા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ લાઈવ જોઈને રન ફેરનો જુગાર રમવામાં આવતો હતો જેથી સ્થળ ઉપરથી પોલીસે 1800 રોકડા તથા ચાર મોબાઇલ ફોન આમ કુલ મળીને 12,800 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરે છે અને અન્ય બે શખ્સનાં નામ સામે આવેલ હોય હાલમાં ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીતાણા ગામે રામજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં ટાટા આઈપીએલની ક્રિકેટ મેચ મોબાઈલ ફોનમાં ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં લાઇવ જોઈને તેના સ્કોર આધારે ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમવામાં આવતો હતો જેથી સ્થળ ઉપરથી પોલીસે 1800 રૂપિયા રોકડા તથા ચાર મોબાઇલ ફોન સાથે કિશનભાઇ મગનભાઈ બસીયા (27) રહે. મીતાણા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરે છે અને પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રન ફેરની કપાત સાગરભાઇ લાખાભાઈ બસિયા અને વિક્રમભાઈ જેઠાભાઈ બસીયા રહે, બંને મીતાણા તાલુકો ટંકારા વાળા પાસે કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ ત્રણેય શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

રવાપર અકસ્માત

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટ નજીકના કલ્પવન ખાતે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ તારપરા (૪૫) ઘુનડા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ ફાર્મ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થવાનો બનાવ બનતા ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવા આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે લાલપર પાસે બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મનીષકુમાર શૈલેષકુમાર સિંગ (૨૪) રહે.નૈનાભાગર ગોરખપુર ઉત્તરપ્રદેશ હાલ મોરબીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News