ટંકારાના મીતાણામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, બેની શોધખોળ
વાંકાનેરમાં મગજની બીમારીથી કંટાળીને યુવાને ઘરના બાથરૂમમાં જીવન ટુકાવ્યું
SHARE






વાંકાનેરમાં મગજની બીમારીથી કંટાળીને યુવાને ઘરના બાથરૂમમાં જીવન ટુકાવ્યું
વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાની મગજની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે સિટી પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા નીમરભાઈ ઇમરાનભાઈ રવાણી નામના યુવાને પોતાના ઘરના ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને મગજની બીમારી હોય તે બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
એક બોટલ દારૂ
મોરબીમાં માળીયા ફાટક પાસેથી મહેન્દ્રનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસની ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 356 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મહેબુબભાઇ યુસુફભાઈ મકરાણી (40) રહે. વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

