મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં


SHARE









મોરબીના ઊંચી માંડલ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બંને યુવાન સારવારમાં

મોરબી હળવદ હાઇવે રોડ ઊંચી માંડલ તથા નીચે માંડલ વચ્ચે પેટ્રોલ પંપ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ટેન્કરના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો  બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં આવેલ ફિરદોષ સોસાયટી ચાર માળીયા એચ/12 માં રહેતા ઇમરાનભાઈ અબ્દુલભાઈ ભટ્ટી (21)એ હાલમાં ટ્રક ટેન્કર નંબર જીજે 10 ટીવાય 6284 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે,  ફરિયાદી તથા તેનો મિત્ર અલારખાભાઈ હનીફભાઈ ભટ્ટી બંને બાઈક નંબર જીજે 13 બીઝેડ 0187 લઈને મોરબીથી ચરાડવા ખાતે અલારખાભાઈના ઘરે જતા હતા દરમિયાન ઉંચી માંડલ તથા નીચી માંડલ વચ્ચે શિવ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલાકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગની ઘૂંટીમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જ્યારે અલારખાભાઈને જમણા પગની ઘૂંટીથી નીચેના ભાગમાં ફ્રેકચર, માથામાં હેમરેજ, બંને પાંસળીઓમાં ગંભીર ઈજા, ફેફસા અને લીવરમાં પણ ઈજા થઈ હોવાથી બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં
ચોટીલા નજીક આવેલ સુખપર ગામે રહેતા સોનાબાઈ ધુણાભાઇ ગઢવી (૭૦) નામના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે ગામના પાદર નજીક વાહન સ્લીપ થતા ઈજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર ટોલનાકા પાસે આવેલ ઇક્વાડોર સિરામિક નજીક રહી મજૂરી કામ કરતા દેવચંદભાઈ પરદેશીભાઈ જયસ્વાલ નામનો ૪૭ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે થાન નજીકના એરીટો સીરામીક પાસે ટ્રેક્ટર સાથે અકસ્માત થતાં તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે થયેલ બાઇક અકસ્માતમાં પગના ભાગે ફેક્ચર જેવી ઇજા થતા જયંતિભાઈ હીરાભાઈ કેસૂર (ઉંમર ૬૭) રહે.ગાયત્રીનગર વાવડી રોડ ને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રએ જણાવેલ છે.




Latest News