મોરબીમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મિટિંગ યોજાશે
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભવિષ્યમાં કલેક્ટર પણ શંકાના દાયરામાં આવે તેવા સંકેત !: ફરિયાદીનો ગંભીર આક્ષેપ
SHARE
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભવિષ્યમાં કલેક્ટર પણ શંકાના દાયરામાં આવે તેવા સંકેત !: ફરિયાદીનો ગંભીર આક્ષેપ
મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનમાં આયોજન પૂર્વકનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, મોરબીના પ્રાંત અધિકારીએ સત્તાની ઉપરવટ જઈને જે નોંધને પ્રમાણિત કરવા માટેનો હુકમ કરેલ હતો તેની સામે જમીનના મૂળ માલિક દ્વારા કલેકટરમાં તાત્કાલિક મનાઈ હુકમ માટે અરજી કરવામાં આવી હતી જો કે, કલેક્ટર દ્વારા અરજદારે કરેલ અરજીના 97 દિવસ પછી પ્રાંત અધિકારી કરેલ હુકમની સામે સ્ટે આપેલ હતો જેથી કરીને જમીનના મૂળ માલિક અરજદાર અને ફરિયાદીના કહેવા મુજબ આ સમગ્ર કૌભાંડમાં મોરબીના પ્રાંત અધિકારી જ નહીં ભવિષ્યમાં કલેક્ટરની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવશે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે. જેથી કરીને સનસનાટી મચી ગયેલ છે.
મોરબીમાં વજેપર સર્વે નંબર 602 વાળી જમીન કે જે વર્ષોથી બેચર ડુંગરના નામથી રેવન્યુ રેકર્ડ ઉપર નોંધાયેલ છે અને આજની તારીખે પણ આ જમીનનો કબ્જો તેના વારસદારો પાસે જ છે તો પણ ભેજાબાજ શખ્સો દ્વારા સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને આયોજન પૂર્વકનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા ભોગ બનેલ પરિવાર પાસેથી બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા દ્વારા જે વ્યક્તિને જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે તે આમ કુલ મળીને બે વ્યક્તિ સામે નામ જોગ ફરિયાદ લેવામાં આવી હતી જેથી ફરિયાદીને ફરિયાદની સામે જ અસંતોષ હતો અને ત્યાર બાદ ધારાસભ્યોની હાજરીમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેકટરે ભોગ બનેલા પરિવારને ફરિયાદના કામે વિશેષ નિવેદન આપવા માટે કહ્યું હતું જેથી કરીને મોરબીના પ્રાંત અધિકારી સહિત કુલ મળીને 17 શખસોના નામ સાથે ફરિયાદી પોલીસમાં વિશેષ નિવેદન આપેલ છે અને તેની કોપી પણ કલેક્ટરને આપવામાં આવેલ છે.
જો કે, 1959 થી બેચર ડુંગરના નામથી વજેપર સર્વે નંબર 602 વાળી જમીન છે તેમાં અન્ય વારસદારની એન્ટ્રી પાડેલ ન હતી જેથી કરીને તેનો લાભ લઈને ભેજાબાજો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે જેની જાણ થતાં જમીનના મૂળ માલિકના દીકરા ભીમજીભાઇ બેચરભાઈ નકુમ તથા દેવકણભાઈ બેચરભાઈ નકુમ અને પૌત્ર કરમશીભાઈ અજાભાઈ નકુમ તથા છગનભાઈ હીરાભાઈ નકુમ દ્વારા જમીના રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવેલ વરસાઈ એન્ટ્રીની સામે વાંધા અરજી કરવામાં આવી હતી ત્યારે મોરબી નગરપાલિકા કચેરીમાંથી એક જ વ્યક્તિના નામના જુદાજુદા બે મરણના દાખલા રજૂ કરવામાં આવ્યા હત અને જમીનની ચતુરદિશા પણ બંને પક્ષેથી જુદીજુદી રજૂ કરવામાં આવી હતી તો પણ તે વિસંગતતાને નજરઅંદાજ કરીને વાંધેદારની વાંધા અરજી નામંજૂર કરીને તા. 16/7/2024 ના રોજ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરવામાં આવેલ વારસાઈ નોંધ નંબર 23871 ને પ્રમાણિત કરવાનો હુકમ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો
જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા પ્રાંત અધિકારી તેઓની વાંધા અરજીની સામે કરેલ હુકમની નારાજ થઈને કલેક્ટરમાં તા 24/10/24 ના રોજ અપીલ કરવામાં આવી હતી જેથી કરીને કલેકટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી દ્વારા જે હુકમ કરવામાં આવેલ હતો તેની સામે તાત્કાલિક મનાઈ હુકમ આપવામાં આવેલ ન હતો અને તા 29/1/25 ના રોજ કલેકટરે અપિલના કામે સ્ટે આપેલ હતો. આમ જમીનના મૂળ માલિકે કરેલ અપીલમાં કલેક્ટર દ્વારા 97 દિવસ પછી સ્ટે આપવામાં આવલે હતો અને આ સમય ગાળા દરમ્યાન જમીનમાં બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ શાંતાબેન પરમાર દ્વારા તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને તા 8/1/25 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ હતી આમ કલેકટરે મનાઈ હુકમ આપવામાં વિલંબ કર્યો હોવાથી જમીનના બોગસ વારસદાર દ્વારા તેનું વેચાણ કરવામાં સફળતા મળે છે જેથી કરીને આ સમગ્ર કૌભાંડમાં ભવિષ્યમાં કલેક્ટર પણ શંકાના દાયરામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે તેવો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે.









