મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસે અરજદારોના ૨.૬૩ લાખના ૮ મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા


SHARE









વાંકાનેર સિટી પોલીસે અરજદારોના ૨.૬૩ લાખના ૮ મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલનો કરીને વાંકાનેર સિટી પોલીસે ૨.૬૩ લાખની કિંમતના ૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને અરજદારોને પરત આપવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબા ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સિટી પીઆઇ એચ.એ.જાડેજા સહિતની ટિમ કામ કરી રહી છે. તેવામાં વાંકાનેર સીટીમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવામાં પોલીસ કામ કરી રહી હતી ત્યારે ભરતભાઈ દલસાણીયાએ "CEIR” પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવીને કુલ મળીને ૮ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત આશરે ૨,૬૩,૯૮૯ થાય છે તે શોધી કાઢ્યા હતા અને જે પૈકી ગુમ થયેલ ONEPLUS કંપનીનો મોબાઇલ જેના IMEI NO. 861797076444792 હોય જે બાબતે અવાર-નવાર CEIR ઉપર ઓબ્ઝવ કરી એનાલીસીસ કરતા મોબાઇલ એક્ટીવ થતા મોબાઈલ ફ્લિપકાર્ટ કંપનીમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે મળેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી ફ્લિપકાર્ટ કંપનીના કર્મચારી સાથે સતત સંપર્કમા રહી મોબાઇલ શોધી કાઢી ગુમ મોબાઇલ પરત મેળવેલ હતા અને મૂળ માલિકોને પરત આપેલ છે.




Latest News