મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !


SHARE









વાંકાનેરમાં બાળકોએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા !

મોરબીમાં હાઈવે ઉપર તેમજ જુદાજુદા રોડ ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે ટ્રાફિકના નિયમોની અમલવારી કરવામાં આવે તો ઘણા અકસ્માતોને નિવારી શકાય છે જેથી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તથા જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા સહિતના દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે વઘાસિયા ટોલ પ્લાઝા પાસે વઘાસિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સીટ બેલ્ટ અને હેલ્મેટ માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હવેથી સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની સમજૂતી આપી હતી. વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે તો પણ બીજે દિવસે ફરી નિયમ ભંગ કરશે પરંતુ પોતાના બાળકો જેવડા બાળકો જ્યારે વાહન ચાલકોને અકસ્માત વિશે માહિતી આપે અને વાહન ચાલકોને તેમના બાળકો ઘરે રાહ જોતા હોય તેવી લાગણીશભર વાત કરે ત્યાર બાદ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.




Latest News