મોરબી ડ્રગ્સકાંડ : જોડિયાના આરોપીએ જામનગરમાં દાટેલ બે કિલો હેરોઇન કાઢી આપ્યું
મોરબી જીલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ભરતી માટે શારીરીક કસોટી યોજાશે
SHARE









મોરબી જીલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં ભરતી માટે શારીરીક કસોટી યોજાશે
મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી -૪૪૬ જગ્યાઓ પર ભરતી કરવા માટે શારીરીક કસોટી અંગે જાહેરાત મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ખાલી રહેલ કુલ- ૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવા માટે મળેલ ઉમેદવારી ફોર્મ મુજબના ઉમેદવારોની શારીરીક કસોટી તા.૨૭-૧૧ તથા તા .૨૮-૧૧ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઠાકર લોજની બાજુમાં જેલ રોડ મોરબી ખાતે યોજવામાં આવશે.
જેથી ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ઉમેદવારી ફોર્મ ભરેલ ઉમેદવારોએ જે પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ ભરેલ હોય તે પોલીસ સ્ટેશનના નામ સામે જણાવેલ તારીખ અને સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઠાકર લોજની બાજુમાં , જેલ રોડ , મોરબી ખાતે શારીરિક કસોટી માટે હાજર રહેવાનું રહેશે.તા.૨૭-૧૧ સમય સવારે ૮ કલાકે માળીયા (મીં ), સવારે - ૧૧:૩૦ કલાકે ટંકારા અને બપોરે ૪ કલાકે વાંકાનેર તાલુકાના તેમજ તા.૨૮-૧૧ સવારે ૮ કલાકે હળવદ તાલુકાના તેમજ બપોરે ૩ કલાકે મોરબી તાલુકાના ઉમેદવારોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ઠાકર લોજની બાજુમાં જેલ રોડ મોરબી ખાતે હાજર રહેવું તેમ યાદીમાં જનાવાયેલ છે.
