ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક  માર્ગ અકસ્માતમાં  ઇજા પામેલા એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીનું મોત


SHARE













મોરબી નજીક  માર્ગ અકસ્માતમાં  ઇજા પામેલા એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક યુવાનને પગમાં ઈજા થઈ હતી જ્યારે તેની સાથે બાઈક ઉપર બેઠેલા તેના મિત્રને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ અજાણી બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા પાસે આવેલ પટેલ બોર્ડિંગમાં રહેતા મૂળ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામના રહેવાસી મીતકુમાર મહેશભાઈ માથોળીયા (18)એ અજાણી સફેદ કલરની બોલેરો ગાડીના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરથી તે ગત તા 27 ના રોજ બપોરે પોણા ચારેક વાગ્યાના અરસામાં બાઈક નંબર જીજે 13 એમએમ 8543 લઈને પસાર થઈ રહ્યો છે ત્યારે તેની સાથે તેના બાઈક ઉપર તેનો મિત્ર પૂજનભાઈ દિલીપભાઈ રૂડાણી (20) પણ બેઠેલ હતો દરમિયાન બોલેરો ગાડીના ચાલકે તેઓના બાઈકને લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને પગના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ તેના મિત્ર પૂજનભાઈ રૂડાણીને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જોકે, ઇજાગ્રસ્ત  પૂજનભાઈને સારવાર માટે મોરબીથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની ઈજાગ્રસ્ત યુવાને મોરલી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ કચ્છના ગઢશીશા ગામનો રહેવાસી પૂજનભાઈ રૂડાણી મોરબીની એલ.ઇ. કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો અને એકના એક દીકરનું અકસ્માતમાં મોત નિપજતા રૂડાણી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.






Latest News