લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ


SHARE





ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ

ટંકારા તાલુકામાં સૌ પ્રથમવાર નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર રોગાનુસાર યોગ મહાઅભિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા 4 થી 6 સુધી રોજ સવારે 5:30 થી 7:30 સુધી આર્ય મહાવિદ્યાલય ટંકારા ખાતે શિબિર યોજાયેલ હતી

આ શિબિરનો 300 જેટલા લોકોએ લાભ લીધેલ હતો. ઉલેખનીય છે કે, વર્તમાન સમયમાં લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન-પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. આ સમસ્યાથી બચવા આપણા ઋષિમુનિઓએ વારસામાં આપેલ અમૂલ્ય ભેટ યોગ દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ)એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યને સફળ બનાવવા માટે આચાર્ય રામદેવજી, સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશભાઈ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે ઈમરાનભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડોક્ટર  વી.બી. ચિખલિયા તેમજ સાગરભાઇ રામાવતસહયોગ આપેલ હતો. અને આ શિબિરમાં ઘણા લોકોએ પ્રતિદિન યોગ સાથે જોડાઈ રહેવા માટે સંકલ્પ પણ કર્યો હતો.




Latest News