મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

રાપરથી ચોટીલા માનતા પૂરી કરવા જતાં જવાનોને નડ્યો અકસ્માત: માળીયા (મી) નજીક ડમ્પરના ચાલકે હડફેટે લેતા કાકાની નજર સામે કૌટુંબિક ભત્રીજાનું મોત


SHARE

















રાપરથી ચોટીલા માનતા પૂરી કરવા જતાં જવાનોને નડ્યો અકસ્માત: માળીયા (મી) નજીક ડમ્પરના ચાલકે હડફેટે લેતા કાકાની નજર સામે કૌટુંબિક ભત્રીજાનું મોત

રાપરથી યુવાન તેના ભાણેજ અને કૌટુંબિક ભત્રીજા સાથે ચાલીને માનતા પૂરી કરવા માટે ચોટીલા જઈ રહ્યો હતો ત્યારે માળીયા (મી) નજીક આવેલ ભિમસર ઓવરબ્રિજ પાસે ડમ્પરના ચાલકે યુવાને તથા તેના કૌટુંબિક ભત્રીજાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઢીંચણ અને કમરના ભાગે જાઓ થઈ હતી જો કે, તેના ભત્રીજાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપરમાં બજાર સમિતિની બાજુમાં રહેતા શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ (30)એ ડમ્પર નંબર જીજે 12 બીવાય 0002 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા મીયાણા નજીક આવેલ ભીમસર ઓવરબ્રિજ પાસેથી તેઓ પોતાના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ માવજીભાઈ ગોહિલ (24) સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલા વાળા ડમ્પરને બેફિકરાયથી ચલાવીને ફરિયાદી તથા તેના કૌટુંબિક ભત્રીજાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગના ઢીંચણના ભાગે તથા કમરના ભાગે સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે, દિનેશભાઈને માથાના ભાગે ગંભીર જાઓ થઈ હોવાથી તેનો મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ તેના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ માવજીભાઈ ગોહિલ તથા ભાણેજ દિપકભાઈ ધરમશીભાઈ મકવાણા અને રવિભાઈ ધરમશીભાઈ મકવાણા અને નવીનભાઈ ધરમશીભાઈ રાઠોડ પોતાના ગામથી ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરે માનતા પૂરતી કરવા માટે પગપાળા ચાલીને જય રહ્યા હતા અને રાત્રિના સમયે લકડિયા બ્રિજ પાસે રોકાયેલ હતા અને દોઢેક વાગ્યાના અરસામ તેઓ ચોટીલા બાજુ જવા માટે રવાના થયેલ હતા ત્યારે ત્યારે દિપકભાઈ, રવિભાઈ અને નવીનભાઈ આગળ નીકળી ગયા હતા જો કે, ફરિયાદી અને તેનો કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ પાછળ આવી રહ્યા હતા તેવામાં સવારે સાતેક વાગ્યાના અરસામાં ભીમસર ઓવરબ્રિજ પાસે ડમ્પરના ચાલકે ફરિયાદી અને તેના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈને હડફેટે લીધેલ હતા અને તે બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.




Latest News