મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભીનું સંકેલવા-કૌભાંડીઓને છાવરવા જિલ્લાના મોટા નેતાની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા !: આરોપીની ધરપકડના એંધાણ
SHARE








મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભીનું સંકેલવા-કૌભાંડીઓને છાવરવા જિલ્લાના મોટા નેતાની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા !: આરોપીની ધરપકડના એંધાણ
મોરબીમાં વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને જમીન પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવેલ હતો જો કે, જમીનના મૂળ મલીકને તેની સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી કરીને વૃદ્ધની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી કરીને જમીનની લે વેચ કરનારા હવે શોધવા છતાં પણ મળી રહ્યા નથી આટલું જ નહીં કલેક્ટરમાં જે અપીલ કેસ ચાલી રહ્યો છે તેમાં કલેકટરે છેલ્લી મુદત આપેલ હતી જેમાં ખોટા આધાર પુરાવા ઊભા કરીને જમીનની લે વેંચ કરનારા દેખાયા ન હતા જેથી હવે તે અપીલ કેસ પણ નિર્ણય ઉપર આવી ગયેલ છે અને આગામી દિવસોમાં આરોપીની ધરપકડના એંધાણ દેખાઈ રહ્યા છે તેવા સમયે આ કૌભાંડમાં ભીનું સંકેલવા માટે અને કૌભાંડીઓને છાવરવા માટે મોરબીના એક મોટા નેતાની શંકાસ્પદ ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવેલ છે જેની તપાસ રેન્જ આઇજીની સૂચના પછી મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા માટેના મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં ભીનું સંકેલવા અને કૌભાંડીઓને છાવરવા માટે જિલ્લાના મોટા નેતાની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઇ રહ્યું છે અને યેનકેન પ્રકારે આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ ન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આટલું જ નહીં ધારાસભ્ય પાસે આજીજી પણ કરવામાં આવી રહી છે પરંતુ જમીનના મૂળ માલિક સાચા છે અને તેઓની વડીલોપાર્જિત જમીનને બારોબાર વેંચી નાખવા માટે જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં સંડોવાયેલા આરોપીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે. પરંતુ અહી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, મોટા નેતાએ ધારાસભ્યને આ કેસમાંથી હટી જવા માટેની કાકલૂદી કરવાની જરૂર કેમ ઊભી થઈ તે પણ તપાસનો વિષય બને તો નવાઈ નથી.
અત્રે ઉલેખનીય છે કે, મોરબીની સેશન્સ કોર્ટમાં આરોપી સાગર ફૂલતરિયાની આગોતરા જમીન માટેની જે અરજી કરવામાં આવી હતી તેમાં સરકારી વકીલ દ્વારા જે દલીલ કરી હતી તેમાં કહ્યું હતું કે, “વ્હાઇટ કોલર ક્રાઇમ કરેલ છે” આમ બંને પક્ષની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના આગોતરા જમીનની અરજીને નામંજૂર કરી હતી અને આરોપીઓની ધરપકડ માટેનો રસ્તો મોકળો થયેલ છે ત્યારે આરોપીની ધરપકડ ન થાય અને સમગ્ર કૌભાંડનું સત્ય બહાર ન આવે તે તેના માટે મોરબી જિલ્લાના મોટા નેતા કેમ ધમપછાળા કરી રહ્યા છે હવે તે પણ તપાસનો વિષય બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
એક બાજુ મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કલેક્ટરને ન્યાય માટે ભોગ બનેલ સતવારા પરિવારના લોકો રજૂઆત કરે છે અને ત્યાર બાદ કલેક્ટરની ખાતરી પછી ભોગ બનેલ ફરિયાદી વૃદ્ધે પોતાનું ૧૭ શખસોના નામ સાથેનું વિશેષ નિવેદન પોલીસને આપેલ છે. તેવા સમયે ભોગ બનેલા પરિવારને ન્યાય ન મળે અને કૌભાંડીઓને સમર્થન મળે તેના માટે કોની ભૂંડી ભૂમિકા છે ? અને આગામી દિવસોમાં સતવારા સમાજની નારાજગીનો કોણ ભોગ બનશે તેને લઈને હાલમાં આ મુદ્દો સરકારી અધિકારીઓ, રાજકીય આગેવાનો અને સતવારા સમાજના લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે. અને જે મોટા નેતા ધારાસભ્યને આ કેસમાંથી હટી જવા માટે કહી રહ્યા છે તેને આ જમીન કૌભાંડની સાથે શું લેવા દેવા છે જો તેના ઉપરથી પડદો ઉચકાશે તો ધાર્યા બાહરનું પીકચર સામે આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

