વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત
SHARE







વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત
વાંકાનેર તાલુકામાં વિવિધ વિકાસના કામોની રજૂઆત માટે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નાસાબેન મેર, ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી
ત્યારે જિગ્નેશબેન મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી છે. જેનાથી સિંચાઈના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મેન્ટેનન્સ કામ ઝડપથી અને સરળ રીતે થઈ શકશે. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવા કે વર્ષ ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડાથી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી જેનાથી આજુબાજુના લગભગ દસથી બાર ગામોને સીધો ફાયદો થઈ શકે એમ છે.

