મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ


SHARE

















મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિતે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમ

મોરબી તાલુકાનાં બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આગમી હનુમાન જયંતિને ધ્યાને રાખીને બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહેશે.

શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા  ૧૧ ને શુક્રવારે સવારે ૯:૧૫ કલાકે સંત નિવાસ શ્રી શંકરાચાર્ય ભુવનનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યાર બાદ બપોરે ૧૨:00 કલાકે મહાપ્રસાદ યોજાશે અને રાતે ૯:૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને તા.૧૨ ને શનિવારે સવારે ૭:૦૦ કલાકે મંદિર શિખર ઉપર નૂતન ધ્વજારોહણ, ૮:૦૦ કલાકે શ્રી હનુમાન યજ્ઞ, ૯:૦૦ કલાકે સુંદરકાંડ પાઠ, શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતોના શ્રીમુખે, અને તેની સાથે જ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિશુલ્ક કેમ્પ અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને બપોરે ૩:૦૦ કલાકે નિશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે અને ધાર્મિક સહિતના કાર્યક્રમમાં આવવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News