મોરબીમાં વિદેશી દારૂની 5 રેડ: 1769 બોટલ દારૂ-10 બિયરના ટીન મળી આવ્યા, આરોપીની શોધખોળ મોરબીમાં સાથે પત્તા રમવા બેઠેલા બે સગા ભાઈ ઉપર બે શખ્સોએ ધારિયા-છરી વડે કર્યો હુમલો હળવદના ટીકર રણમાં થારના સ્ટંટ કરનાર શખ્સને કાયદાનો પાઠ ભણાવ્યો મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત મોરબીના યુવાન ઉપર રાજકોટમાં છરીથી હુમલો મોરબીમાં દેવેનભાઇ રબારીની દીકરીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાઇ મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ
Morbi Today

ટંકારાના હરબટીયાળી પાસે ઓવરટેક કરતા ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા દીકરાની નજર સામે માતાનું મોત


SHARE











ટંકારાના હરબટીયાળી પાસે ઓવરટેક કરતા ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા દીકરાની નજર સામે માતાનું મોત

રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ હરબટીયાળી ગામની સહકારી મંડળીની સામેના ભાગમાંથી યુવાન તેના માતાને બાઇક ઉપર બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને ઇજાઓ થઈ હતી જો કે, તેની માતા રોડ સાઈડમાં પડી હતી જેથી તેના ઉપરથી ડમ્પરના પાછળના વ્હીલ ફરી ગયા હતા માટે મહિલાને માથા અને સાથળના ભાગે ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પડધરી તાલુકાના ફતેપુર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આર્ય સ્કૂલની સામે જબલપુર ગામના પાટીયા પાસે ઝૂંપડામાં રહેતા વિપુલભાઈ કરસનભાઈ જુંજા (26)એ હાલમાં નંબર પ્લેટ વગરના અજાણ્યા ડમ્પરના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર હરબટીયાળી ગામની સહકારી મંડળી સામેથી ફરિયાદી યુવાન પોતાના માતા ખીમીબેનને બાઈક નંબર જીજે 3 એજે 2609 ઉપર બેસાડીને હરબટીયાળી ગામથી જબલપુર ગામના પાટીયા પાસે આવતા હતા દરમિયાન નંબર પ્લેટ વગરનું ડમ્પર કે જેમાં રાધેશ્યામ લખેલું હતું તે ડમ્પરના ચાલકે બાઈકનો ઓવરટેક કરવા જતા સમયે બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને યુવાને તેના બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ફરિયાદી યુવાન ડાબી બાજુ રોડ ઉપર ટકાયો હતો જ્યારે તેના માતા રોડની અંદરની સાઈડમાં પડી જતા ડમ્પરના પાછળના વ્હીલ મહિલા ઉપરથી ફરી ગયા હતા જેથી મહિલાને માથા અને સાથળના ભાગે ગંભીર જા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News