મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર પૌત્રીના દાદી, કાકા અને ભાઈને પ્રેમ લગ્ન કરનાર યુવાનના બે પિતરાઇ ભાઇઓએ મારમાર્યો


SHARE



































મોરબીમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધાની પૌત્રીએ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરેલ હોય વૃદ્ધાના દીકરાને સામેવાળા યુવાનના કાકી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીન પ્રેમલગ્ન કરનારા યુવાનના બે પિતરાઇ ભાઇઓએ વૃદ્ધાના ઘરે જઈને તેને લાકડાના ધોકા વડે હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર કર્યું હતું તેમજ તેના પૌત્ર અને દીકરાને પણ માર માર્યો હતો જેથી તે ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટી સાયન્સ કોલેજ પાછળ શેરી નં- 5 માં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયા (60)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુમિતભાઈ હસમુખભાઈ તથા પિયુષભાઈ હસમુખભાઈ રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની પૌત્રી આરતીબેને ઘરેથી ભાગી જઈને પ્રેમલગ્ન કરેલા છે અને ફરિયાદીના દીકરાને તેઓની પૌત્રીએ જેની સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના કાકી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાસ રાખીને બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથમાં કાંડાના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા તેના પૌત્ર પ્રદીપભાઈને માથાના ભાગે લાકડાના ધોકો મારીને ઇજા કરી હતી અને ફરિયાદીના દીકરા મહેન્દ્રભાઈને મૂઢમાર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News