મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પાર્ક કરેલ કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE



































મોરબીના શનાળા ગામે પાર્ક કરેલ કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં ઉભેલી ક્રેટા ગાડીમાંથી દારૂની સ્મેલ આવતી હતી જેથી કરીને પોલીસે તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 288 બોટલ મળી આવી હતી જેથી 2,73,576 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 7,73,576 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગાડીના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયદાન ગઢવી અને કપિલભાઈ ગુર્જરને મળેલ ચોક્કસ બાતમી આધારે સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં કાળા કાચવાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 9179 ઊભી હતી તેમાંથી દારૂ સ્મેલ આવતી હતી જેથી ગાડીનો લોક ખુલ્લો હોય ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 288 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,73,576 ની કિંમતનો દારૂ જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 7,73,576 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

11 બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે બીપીએલ સોસાયટીમાં રહેતા ચેતનભાઇ વાટુકિયાના રહેણાંક મકાનની સામે આવેલ ખરાબમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 11 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,091 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચેતનભાઇ અશોકભાઈ વાટુકિયા (24) રહે. બીપીએલ સોસાયટી સરધારકા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અબાસભાઈ દાઉદભાઈ ગાલીબ (43) રહે. મફતિયાપરા ઘુટુ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જેઠા ગલીમાં રહેતા નિલમબેન નિરંજનભાઇ લખતરિયા (61) નામના વૃદ્ધા રાજ બેંક વાળી શેરીમાં બાઈકમાંથી પડી જતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી


















Latest News