હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ
Breaking news
Morbi Today

ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે


SHARE







ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન યોજાશે

ટંકારામાં હિમસન આર્ટીસ્ટ ફેડરેશન દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 3/5/25 ને શનિવારના રોજ આંબેડકર હોલ ખાતે આ કોમ્પીટીશન યોજાશે જેથી તેમાં ભાગ લેવા માટે કાલકારોને આહ્વાન કર્યું છે.

હિમસન આર્ટીસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઇ મહેતા મંત્રી રામભાઈ મહેતા અને ટંકારાના કલાપ્રેમી આસ્તાનાબેન તેમજ મોરબીના ઘનશ્યામસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા તાલુકાની ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે આ ડાન્સ કોમ્પીટીશનમાં A-ગ્રુપ 4 થી 10 વર્ષ B -ગ્રુપ 11 થી 20 અને C-ગ્રુપ 21 વરસથી ઉપરના તમામ સ્પર્ધકો ભાગ લઈ શકશે. દરેકને સંસ્થા તરફથી શીલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ટંકારામાં સૌ પ્રથમ વખત કલાપ્રેમી અને ફેડરેશનના સભ્ય આસ્તાનાબેન સ્પર્ધાનું આયોજન કરી રહયા છે. અને ખાસ કરીને બાળકોને તેની કલા રજૂ કરવા માટેનું સ્ટેજ મળે તેના માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા તેમજ ટંકારા તાલુકાની ડાન્સ કોમ્પીટીશન માટે વધારે માહિતી માટે આસ્તાનાબેનના મોબાઈલ નંબર 70693 09709 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News