મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ગામે 60 બાચકામાં ભરેલ 4.71 લાખની કિંમતના 152 મણ જીરુંની ચોરી


SHARE







વાંકાનેરના વઘાસિયા ગામે 60 બાચકામાં ભરેલ 4.71 લાખની કિંમતના 152 મણ જીરુંની ચોરી

વર્તમાન સમયમાં તસ્કરો મકાન, દુકાન, કારખાના કે વિગેરે કોઈપણ જગ્યાએ જે વસ્તુ હાથમાં આવે તેની ચોરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામે વૃદ્ધના જૂના ઘરની ઓસરીમાં જીરુના બાચકા ભરીને મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક બે નહીં પરંતુ જીરૂના 60 બાચકાની ચોરી કરવામાં આવેલ છે જેથી 4,71,200 ના મુદામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા હબીબભાઈ વલીભાઈ માથકિયા (72)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામે તેઓના જૂના ઘરની ઓસરીમાં તેમણે પ્લાસ્ટિકના જુદા જુદા 60 બાચકામાં કુલ મળીને 172 મણ જીરૂનો જથ્થો ભરીને મૂક્યો હતો અને આ જીરુંના બાચકાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 4,71,200 રૂપિયાની કિંમતના જીરુંની ચોરી થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News