રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક વૃદ્ધને કચડી નાખનારા ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબી નજીક વૃદ્ધને કચડી નાખનારા ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવી ટિંબડી ગામે રહેતા વૃદ્ધ હોટલ માટે દૂધ લેવા વહેલી સવારે જઈ રહ્યા હતા ત્યારે  મ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તે વૃદ્ધને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવી ટિંબડી ગામે રહેતા મનોજભાઈ ગોવિંદભાઈ ઝાપડા (30)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 8146 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યુ છે કે, ગત તા. 20/ 4 ના વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા ગોવિંદભાઈ ભાયાભાઈ ઝાપડા (50)  પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 5677 લઈને પોતાની ચા ની હોટલે દૂધ લઈ જવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ડમ્પરના ચાલાકે ટિંબડી ગામ નજીક આશાપુરા ટાટાના વર્કશોપ પાસે રોડ ઉપર ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ગોવિંદભાઈ ઝાપડાને માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News