મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને જીવનનો અંત આણ્યો


SHARE









ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને તેના વતનની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ તે યુવાનની પત્નીને થઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની હોસ્પિટલેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં માટેલ ગામ નજીક આવેલ સિંબોસા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુખરામ ગુડ્ડુભાઈ લોહાર (22) નામના યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને પોતાના વતન બાજુની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ તેના પત્નીને થઈ ગઈ હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું છે તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News