મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક વૃદ્ધને કચડી નાખનારા ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE



































મોરબી નજીક વૃદ્ધને કચડી નાખનારા ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવી ટિંબડી ગામે રહેતા વૃદ્ધ હોટલ માટે દૂધ લેવા વહેલી સવારે જઈ રહ્યા હતા ત્યારે  ડમ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તે વૃદ્ધને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવી ટિંબડી ગામે રહેતા મનોજભાઈ ગોવિંદભાઈ ઝાપડા (30)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 8146 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યુ છે કે, ગત તા. 20/ 4 ના વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા ગોવિંદભાઈ ભાયાભાઈ ઝાપડા (50)  પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 5677 લઈને પોતાની ચા ની હોટલે દૂધ લઈ જવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ડમ્પરના ચાલાકે ટિંબડી ગામ નજીક આશાપુરા ટાટાના વર્કશોપ પાસે રોડ ઉપર ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ગોવિંદભાઈ ઝાપડાને માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News