મોરબીના નાનીવાવડી ગામે રૂપિયા માટે યુવાનની નિર્મમ હત્યા કરનારા બે શખ્સની ધરપકડ
મોરબીના ભડીયાદ ગામ નજીક ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત
SHARE
મોરબીના ભડીયાદ ગામ નજીક ચક્કર આવતા પડી ગયેલ આધેડનું મોત
મોરબીના ભડીયાદ ગામ નજીકથી આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ ગામ પાસેથી રામપ્રવેશ વિશ્વનાથ રાજભર (52) નામના આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ તેને ચક્કર આવી જતા તે પડી ગયા હતા અને ત્યારબાદ તેનું મોત નીપજયું હતું જેથી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.
દારૂની બોટલ સાથે પકડાયો
મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર સીરામીક કારખાના સામેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 686 ની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી વિજયભાઈ શીવાભાઈ બાવળીયા (27) રહે. વોલીસ કારખાનું લખધીરપુર રોડ મોરબી મૂળ રહે. રેવાણીયા તાલુકો વિછીયા વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયો છે.
દેશી દારૂનો આથો પકડાયો
માળીયા મીયાણા તાલુકાના જુના અંજીયાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર નાલામાં બાવળની નીચે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ ફારુક ફતેમામદ મોવર રહે. કાજરડા વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દારૂની નાની પાંચ બોટલ સાથે પકડાયો
વાંકાનેરના શક્તિપરામાં શિહોરી પાન સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ વાળાએ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 750 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી ગૌતમભાઇ નાનજીભાઇ ધામેચા (47) રહે. શકિતપરા હસનપર તાલુકા વાંકાનેર વાળની ધરપકડ કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









