માળિયા (મી)નાં મોટા દહીસરા ગામે પાણી બાબતે માથાકૂટ: બંને પક્ષેથી કુલ 13 લોકોને ઇજા થતાં સારવારમાં
SHARE
માળિયા (મી)નાં મોટા દહીસરા ગામે પાણી બાબતે માથાકૂટ: બંને પક્ષેથી કુલ 13 લોકોને ઇજા થતાં સારવારમાં
માળિયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે પાણી બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ બંને પક્ષેથી ધોકા, પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી જેમાં બન્ને પક્ષે કુલ ૧૩ જેટલા લોકોને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાનાં મોટા દહીસરા ગામે પાણી બાબતે માથાકૂટ થઇ હતી અને ત્યાર બાદ બંને પક્ષેથી ધોકા, પાઈપ, ધારીયા જેવા હથિયારો સાથે મારામારી થઈ હતી જે બનાવમાં અશોકભાઈ હમીરભાઈ પરમાર, હમીરભાઈ ભોજાભાઈ પરમાર, વિજયભાઈ હમીરભાઈ પરમાર, રમેશભાઈ કાનજીભાઈ પરમાર, મુન્નાભાઈ હમીરભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર, કાનજીભાઈ મૂળુભાઈ પરમાર, છગનભાઈ પરમાર, હર્ષદભાઈ જીતેન્દ્રભાઈ પરમાર, નરેશભાઈ કાનજીભાઈ પરમાર અને શામજીભાઈ શિવાભાઈ પરમાર નામના લોકોને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં મનીષાબેન દિલીપભાઈ ડાભી (૩૦) તથા આરતી દિલીપભાઈ ડાભી (૮) ને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી શનાળા રોડ ભેખડની વાડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ મોરભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા સારવાર માટે લઈ જવાયો હતો.મોરબી કાલિકા પ્લોટ સથવારા બોર્ડિંગ નજીક રહેતા દિલીપભાઈ અશોકભાઈ ગણેશિયા નામના ૩૫ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.
ગાંધી ચોક મારામારી
મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતા અનિલ ચંદુભાઈ અગેચાણીયા (૩૬) રહે.કબીર ટેકરી નામના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.તેમજ મોરબીના વાવડી રોડ સોમાયા સોસાયટી વિસ્તારમાં રહેતા સલીમભાઈ કાસમભાઇ જેસાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધને તેઓના ઘર નજીક સાપ કરડી જતા તેમને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.જ્યારે હળવદના કુંભાર દરવાજા નજીક રહેતા આરીફભાઈ ગુલામભાઈ ભટ્ટી નામના ૩૧ વર્ષના યુવાનને હળવદ ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો.









