મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી પાસે બાઇકને છોટા હાથી હડફેટે લેતા અકસ્માત: યુવાન, તેની ભાણેજ સહિત ત્રણને ઇજા


SHARE































વાંકાનેરના રાતીદેવડી પાસે બાઇકને છોટા હાથી હડફેટે લેતા અકસ્માત: યુવાન, તેની ભાણેજ સહિત ત્રણને ઇજા

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઇક ઉપર તેની ભાણેજ સહિત કુલ ત્રણ વ્યક્તિ હતા અને છોટા હાથીના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા ત્રણેય વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર શેરી નં-5 માં રહેતા જહાગીરભાઇ જમાભાઇ દલ (24) નામના યુવાને છોટા હાથી નંબર જીજે 36 વી 3644 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામેથી તેઓ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક ઉપર સલમાબેન આશિષભાઈ ભૂંગર અને ફરિયાદીની ભાણેજ અલીના (5) બેઠા હતા અને ટંકારાથી તેઓ વાંકાનેર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદીના બાઇક નંબર જીજે  36 એજી 8905 ને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને જમણા પગના ગોળાના ભાગે તથા સાહેદ સલમાબેનને શરીરે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી તેમજ ફરિયાદીની ભાણેજ અલીના ને કપાળ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News