મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી: બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું


SHARE











મોરબી: બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આગામી ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પપૈયામાં સહાય, કેળ (ટીસ્યુ)માં સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો બાગાયતી પાકોના પ્રોસેસીંગ નવા યુનીટ, ઔષધિય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનીટ, સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ખેતર પર શોર્ટીંગ-ગ્રેડિંગ-પેકિંગ એકમો ઉભા કરવા, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, આંબા તથા લિંબુ પાકના નવીનીકરણમાં સહાય, પેકિંગ મટીરીયલ્સમાં સહાય, વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) વગેરે જેવા ૪૭ ઘટકોમાં લાભ લેવા દરેક ખેડૂતોને અરજી કરવા માટે આગામી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦,  http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે

બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડુત પોર્ટલ ૨.૦, http//ikhedut.gujarat.gov.in પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. આ સાધનિક કાગળોની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News