વાંકાનેરના મહિકા પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેરના માટેલ પાસે અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને પતિએ પત્નીને મારમાર્યો: મારી નાખવાની ધમકી
SHARE








વાંકાનેરના માટેલ પાસે અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને પતિએ પત્નીને મારમાર્યો: મારી નાખવાની ધમકી
વાંકાનેરના માટેલ મંદિર નજીક આવેલ સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને તેના પતિએ તેને ગાળો આપી હતી અને લાકડી વડે માર મારીને ઇજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના પતિ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક મંદિર પાસે આવેલ ઢુવા સંસ્કાર ટાઇલ્સ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નીરૂબેન રાજેશભાઈ અમલીયાર (35)એ હાલમાં તેના પતિ રાજેશભાઈ મકનાભાઈ અમલીયાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ઉપર તેના પતિ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે તેવી શંકા રાખતા હતા અને તેણે ભૂંડાબોલી ગાળો આપીને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ મહિલાને ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપરના ભરતનગર ગામે આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં ઇજાગ્રસ્ત હાલતમાં ભરતસિંહ લાભુભા જાડેજા (ઉંમર ૩૦) રહે.ડબસણ જી.જામનગરને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર પાસેથી પગપાળા જતા સમયે અજાણ્યા મોટરસાયકલના ચાલકે હડફેટે લેતા આશાબેન દીદારઅલી પંજવાણી (૪૫) રહે.કુબેરનગર શેરી નંબર-૧ વાવડી રોડને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે આવેલ અરૂણોદય મિલના સામેના ભાગે વેજીટેબલ રોડ ઉપર રહેતા જીલુભાઈ મગનભાઈ વાઘેલા નામના ૫૭ વર્ષના વૃદ્ધને જેલ રોડ ઉપર બાઈકમાં જતા સમયે બાઈકમાંથી પડી જતા ઇજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

