વાંકાનેરના અમરસર ગામે નજીવી વાતમાં સામસામે મારમારી, ઇજા પામેલા લોકો સારવારમાં: બંને પક્ષેથી ફરિયાદ
SHARE








વાંકાનેરના અમરસર ગામે નજીવી વાતમાં સામસામે મારમારી, ઇજા પામેલા લોકો સારવારમાં: બંને પક્ષેથી ફરિયાદ
વાંકાનેરના અમરસર ગામે માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા બોલા ચાલી થયેલ હતી અને ત્યાર બાદ જૂની માથાકૂટનો ખાર રાખીને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા ત્યારે બાદ બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના અમરસર ગામે રહેતા વિપુલભાઈ વિભાભાઈ ફાગલીયા (25) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભાયાભાઈ ઝાલાભાઇ ગમારા, મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા, સુનિલભાઈ ભાયાભાઈ ગમારા, ઝાલાભાઇ ઉકાભાઇ ગમારા, ગોવિંદભાઈ ઝાલાભાઇ ગમારા, પરબતભાઈ ઝાલાભાઇ ગમારા, હિંદુભાઈ ઘોઘાભાઇ ગમારા, ભીખુભાઈ ઝાલાભાઇ, દેવાભાઈ ચકુભાઈ ગમારા, રાજુબેન ભીખુભાઈ ગમારા અને મોંઘીબેન ભાયાભાઈ રહે બધા અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીએ ભાયાભાઈ ગમારાને તેના માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા તે ઉસકેરાય ગયા હતા અને તેણે લાકડી વડે ફરિયાદીને મારમાર્યો હતો અને ત્યારબાદ બાકીના આરોપીઓએ વારાફરતી ત્યાં આવીને લાકડી અને પાઇપ વડે ફરિયાદીને શરીરે અને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી અને ફરિયાદી તથા સાહેદોને મારમારીને ગાળો આપવામાં આવી હતી જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જ્યારે સામાપક્ષેથી અમરસર ગામે રહેતા મહિપાલભાઈ ભાયાભાઈ ગમારા (21)એ વિપુલભાઈ વિભાભાઈ ફાગલીયા, વિભાભાઈ વેલાભાઇ ફાગલીયા, ભગવાનજીભાઈ મચ્છાભાઈ ફાગલીયા, સુરેશભાઈ મચ્છાભાઇ ફાગલીયા, વિક્રમભાઈ વિભાભાઈ ફાગલીયા, દશરથભાઈ ભગવાનજીભાઈ ફાગલીયા, પ્રકાશભાઈ ભગવાનજીભાઈ ફાગલીયા, સંજયભાઈ ભગવાનજીભાઈ ફાગલીયા, પરબતભાઈ મચ્છાભાઈ ફાગલીયા અને કાનાભાઈ પબાભાઇ ફાગલીયા રહે બધા અમરસર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, અગાઉ ખેતરમાં ભેંસ ગયેલ હોય આરોપીઓએ જે બાબતે ફરિયાદી સાથે બોલતા બોલતા ચાલતા ન હતા અને ગઈકાલે ભેંસ સાથે ગાડી અડી જતા બોલાચાલી થઈ હતી ત્યારે વિપુલભાઈ, વિભાભાઈ, ભગવાનજીભાઈ અને સુરેશભાઈએ લોખંડના પાઇપ અને લાકડી લઈ આવીને સાહેદ ભાયાભાઈને માથા, હાથ અને ખભામાં મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી અને ત્યારબાદ વિક્રમભાઈ, દશરથભાઈ, પ્રકાશભાઈ અને સંજયભાઈએ પાછળથી આવીને લાકડીએ વડે મારમારી ગાળો આપી હતી અને સાહેદને મુંઢ માર મારીને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા મકાનની બારી અને બાઈકમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી અને પબાભાઈ તથા કાનાભાઈએ શેરીમાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લોખંડના પાઇપ અને લાકડી વડે આડેધડ માર મારીને ઈજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

